﻿ગી.શા..
130.
ચઢવાનું ગીત. હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો. 
હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો. 
હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે? 
પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો. 
હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું. 
સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે. 
હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે. 
તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે. 
