﻿ગી.શા..
133.
ચઢવાનું ગીત; દાઉદનું. ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે! 
તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે. 
વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે. 
